
બાબા અમરનાથ ના ભક્તો માટે સારા સમાચાર છે. શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી દિધી છે. આ વખતે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટે પૂર્ણ થશે. બોર્ડે શનિવારે બેઠકમાં આ નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે યાત્રા માત્ર બાલાટાલ રૂટથી કરાવવાનો નિર્ણય કરાયો છે. યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે.
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજભવનમાં બોર્ડ સભ્યોની બેઠક કરી. જેમાં યાત્રાના શિડ્યૂલની સાથે જ અનેક જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરી. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી જોવા મળતા યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણ પાલન કરાવવામાં આવશે.