Cyber crime : ઝોમેટોમાંથી ભોજન મગાવ્યા બાદ રૂા. 86,232ની ઓનલાઈન ઠગાઈ

Cyber crime : ઝોમેટોમાંથી ભોજન મગાવ્યા બાદ ઠગાઈનો ભોગ બનેલા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના જાણીતા સિવિલ સર્જન કશ્યપ બૂચના પત્ની સ્ટેલાબેનના ખાતામાંથી 86,232 રૂપિયા ઉપડી ગયાના કિસ્સાએ શહેરમાં ચર્ચા જગાવી હતી.

Cyber crime : બે મહિના પૂર્વે બનેલી ઘટના અંગે ગુરુવારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં લખાવાયેલી વિગત મુજબ ફરિયાદીએ ઝોમેટોમાંથી ભોજન મગાવ્યા બાદ ઓર્ડર ન આવતાં પૈસા પરત લેવા ગૂગલ પે એપમાં જઈ ઝોમેટો કસ્ટમર કેરના નંબર મેળવી ફોન કરતાં સામે રહેલી વ્યક્તિએ તેની પ્રોસેસ કરવા માટે ઓટીપી આવશે તે આપવા કહેતાં ફરિયાદીએ તે આપી દેતાં જુદા-જુદા બે ટ્રાન્ઝેક્શન વડે તેમના ખાતામાંથી 86,232 રૂપિયા ઉપડી ગયા હતા. આ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *