CRIME: મુંદરા તાલુકાના વવાર ગામના માથાંભારે શખ્સને પાસાં હેઠળ ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો હતો. પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એસ. ત્રિવેદી દ્વારા મુંદરા તાલુકામાં ગંભીર ગુનાઓ આચરી જાહેર પ્રજાની શાંતિમાં ખલેલ પહોંચાડી પોતાની ભયજનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા ઇસમ બાબુ ડોસાભાઈ ગઢવી, રહે, વવાર વિરુદ્ધ તડીપાર અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી અને ના.પો.અધિ. મારફતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચેતન મિસણ મુંદરા સમક્ષ મોકલી હતી. જેની દરખાસ્ત મંજૂર કરાઈ હતી અને આ વ્યક્તિને ચાર જિલ્લામાંથી હદપાર કરી દેવાનો હુકમ કર્યો હતો. આ ઈસમ વિરુદ્ધ દારૂ, મારામારી સહિતના ગુનાઓ પોલીસ મથકે નોંધાયેલા હતા.