Crime news : 300 કરોડની નકલી નોટોનું રેકેટ

Crime news : 300 કરોડની નકલી નોટોનું રેકેટ

Crime news : પહેલી રેડમાં 25 કરોડ અને હવે સીધી 316 કરોડની નકલી નોટો જપ્ત કરી, માસ્ટરમાઇન્ડ સહિત 6 ઝડપાયા, વીડિયોમાં ફેક નોટો બતાવી લોકોને ઠગ્યા

Crime news : મુંબઈના મુખ્ય સૂત્રધારનું નામ સામે આવ્યું

Crime news : સુરત જિલ્લા કામરેજ પોલીસે પહેલાં અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાંથી ડુપ્લિકેટ નોટ ઝડપી હતી. ત્યારે આરોપીઓના 25 કરોડના નકલી નોટોના કૌભાંડને પોલીસે બહાર પાડ્યું હતું. ત્યાર બાદ આજે ફરી ચલણી નોટના મામલે નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 6 લોકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે અલગ અલગ જગ્યા પરથી 316 કરોડ 98 લાખની નકલી નોટ કબજે કરી છે.

Crime news : ગત 29મીના રોજ કામરેજના નવી પારડી ખાતેથી પોલીસે જામનગરના એક ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડોની ચલણી નોટો ઝડપી પાડી હતી. જે સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી. સમગ્ર મામલે તપાસ દરમિયાન આ બનાવટી નોટોના રેકેટે મુંબઈ તરફ વળાંક લીધું હતું અને મુંબઈ ખાતે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈનનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. મુંબઇની વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન અને સાથી આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેઓ જે તે વ્યક્તિ સાથે ડીલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઇ લેતા હતા, સાથે રાજકોટના એક વેપારી સાથે એક કરોડથી વધુની ઠગાઈ કર્યાનું પણ બહાર આવ્યું છે.

Crime news : બનાવટી નોટો અસલી બતાવી લાખો રૂપિયા પડાવતા

Crime news : સમગ્ર રેકેટમાં જ્યારે પહેલીવાર નોટો પકડાઈ ત્યારે તેઓ ફિલ્મોના શૂટિંગ માટે વાપરતા હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરી હતી. જોકે તાપસ દરમિયાન આ રેલો મુંબઇ પહોંચ્યો હતો અને વી.આર લોજિસ્ટિક કંપનીનો મલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેઓ ટ્રસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટો અસલી તરીકે બતાવી બુકિંગના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા.

Crime news : વીડિયો કોલના મારફતે બનાવટી નોટો બતાવી વિશ્વાસમાં લેતા

Crime news : મુખ્ય સૂત્રધાર વિકાસ જૈને ગુજરાત જ નહીં પરંતુ મુંબઇ, દિલ્હી તેમજ બેંગ્લોરમાં આખું નેટવર્ક ઊભું કર્યું હતું. તમામ રાજ્યોમાં મોંઘીદાટ ઓફિસો બનાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટમાં દાન આપતા હોય તેમજ કોઈ જગ્યાએ નાણાંનું રોકાણ કરતા હોય એવી વ્યક્તિઓ 50 ટકા રકમ કેશમાં પણ જોવા માંગતા, તો તેઓને આ આરોપીઓ વીડિયો કોલના મારફતે બનાવટી નોટો બતાવી વિશ્વાસમાં લેતા હતા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની સાથે બેંકર્સ તેમજ આર.બી.આઈની ટીમ પણ સતત તપાસનું મોનિટરિંગ કરી રહી છે.

Crime news : પકડાયેલા આરોપીઓનાં નામ (1) હિતેષ પરસોત્તમ કોટળિયા (2) દિનેશ લાલજી પોશિયા (3) વિપુલ હરીશ પટેલ (4) વિકાસ પદમચંદ જૈન (5) દિનાનાથ રામનિવાર યાદવ (6) અનુષ વિરનચી શર્મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *