શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટેન્કરમાંથી 19.40 લાખનો દારૂ સાથે ચાલકને ઝડપ્યો, બુટલેગરોનો કીમિયો નિષ્ફ્ળ

 અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ચૂંટણીમાં વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી વિદેશી દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક ટેન્કરમાં સંતાડેલ વિદેશી દારૂની 452 પેટી દારૂ ઝડપી લીધો હતો પોલીસે 26.45 લાખથ વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો 


    
                અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને આંતર જીલ્લા સરહદો પરથી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા સીમા સુરક્ષા દળ અને પોલીસે કડક સુરક્ષા ગોઠવી દીધી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ટેંકરને અટકાવી ટેન્કરની અંદર તલાસી લેતા ટેન્કરની ટાંકી માંથી વિદેશી દારૂની 452 પેટી માંથી બોટલ-ક્વાંટરીયા નંગ-18852 કીં.રૂ.1940604/- નો જથ્થો જપ્ત કરી ટેન્કર ચાલક અમિત વીરારામ બિશ્નોઇ (રહે,ભાટીપ, જાલોર-રાજ) ની 
ધરપકડ કરી દારૂ અને ટેન્કર મળી કુલ.રૂ.26.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કરમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન સાચોરના બુટલેગર દિનેશ બિશ્નોઇ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *