રાજકોટમાં એક વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો. રાજકોટનાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક મહિલા કે જે નીંદરમાં હતા તેને બે લોકલ એકટીવામાં લઈ ગયા ત્યાર બાદ એક્ટિવા બાવળિયા પાસે ઊભી રાખી જ્યાં ત્રીજા શખ્શે તેને ખૂબ માર માર્યો જેથી મહિલા ત્યાં બેશુદ્ધ થઈ ગઈ ત્યાર બાદ પતિની નીંદર ખુલતા પત્ની ન મળતા તે ગોતવા નીકળ્યો ત્યારે જોયું તો પત્ની બેશુદ્ધ હાલતમાં મળી આવી જ્યાં તે ત્રણ લોકો હતા અને પતિને પણ તે ત્રણ લોકોએ માર માર્યો અને ત્યાંથી ભાગી ગયા . પત્ની ત્યાં બેશુદ્ધ હોવાથી પતિ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મોરબી રોડ પર આવેલા સિટી સ્ટેશન રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતી શોભનાબેન સંજયભાઈ રાવળ નામની 32 વર્ષની મહિલા ગઇ કાલે રાત્રીના ઝૂંપડપટ્ટીમાં સૂતી હતી
ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો તેણીને ઉઠાવી ગયા હતા. શોભનાબેનને બંને શખ્સો એક્ટિવા પર આગળ બાવળિયામાં લઈ ગયા હતા જ્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. આ ત્રણેય શખ્સોએ શોભનાબેનને ધોકાથી બેફામ માર મારતા તેણી બેશુદ્ધ હાલતમાં ઢળી પડી હતી. ત્યાર બાદ ઊંઘમાંથી ઉઠેલા પતિ સંજયભાઈ રાવળ પત્નીની શોધખોળ કરવા ગયા ત્યારે તે બાવળિયામાં બેશુદ્ધ હાલતમાં પડી હતી અને તેણીએ પતિને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનુ જણાવ્યું હતું. ત્યાર બાદ પતિએ તુરંત શોભનાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મહિલા સાથે શું અજગતું થયું તે અંગે પણ તપાસ હાથધરી છે.