પ્રાંતિજ ના અંબાવાડા ખાતે રહેતા જીજ્ઞેશકુમાર ભીખાલાલ પટેલ કે જેવો ના ભાણા નુ લગ્ન હોય તેવો હડીયોલ ખાતે પોતાની કાર મા પરિવાર સાથે લગ્ન પ્રસંગ મા ગયા હતા અને હડીયોલ ખાતે ભાગ્ય સી સોસાયટી આગળ હોન્ડાઇ કંપનીની કાર નંબર GJ09 BE1124 કાર પાર્ક કરી ને તેવો અંદર ગયા હતા અને દશ મીનીટ માજ પાછા પરત ફરતા તેવો કાર નો પાછળના દરવાજા નો કાચ તોડી કાર મા રહેલ કપડા ના થેલા તથા કાર મા રહેલ પાછળ ની સીટ ઉપર મુકેલ પર્સ જેમા મા રહેલ સોના ના દાગીના એમા મંગળસૂત્ર આશરે અઢીતોલાનુ જેની કિ.૧,૧૭,૫૦૦ ,
સોનાની બુટ્ટીઓ બે જોડ તથા એક સોનાની વીંટી વજન આશરે ૧ તોલા જેની કિં.૪૭,૦૦૦ તથા સોનાનુ ડોકીયુ વજન આશરે ૧ તોલા કિં ૪૭,૦૦૦
મળી કુલ કિ.રૂ.૨,૧૧,૫૦૦ ના દાગીના ની કોઇ ચોર ઈસમો ચોરી કરી લઈ જતા કાર માલિક જીજ્ઞેશકુમાર પટેલ દ્રારા આ અંગેની પોલીસ ફરીયાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન મા કરતા હિંમતનગર પોલીસ દ્રારા આઇપીસીકલમ ૪૬૧,૩૭૯ મુજબ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ એચ.એમ.કાપડીયા દ્રારા હાથધરવામા આવી હતી