નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાંથી પાર્ક કરેલી 3 ઈકો કારના સાઇલેન્સર ચોરાઈ જતાં ફરિયાદ નડિયાદ શહેરમાં ફરી એક વખત સાઈલેન્સર ચોરની ટોળકી સક્રિય થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પાર્ક કરેલ 3 ઈકો કારના સાઇલેન્સર ચોરાઈ જતાં પશ્ચિમ પોલીસમા ફરિયાદ નોંધાઈ છે. ચેક કરતા કારનું સાઈલેન્સર ચોરાઈ ગયેલું જોવા મળ્યું શહેરના રેલવે સ્ટેશન પાછળ કાછીયાકુવાની ચાલીમાં રહેતા રાહુલ દત્તુભાઈ મોરે પોતે ઈલેક્ટ્રીકનુ કામકાજ કરી ગુજરાન ચલાવે છે.
તેઓની ઈકો કાર નંબર (GJ 07 DC 0835) પોતાના ઘર પાસે ગત છઠ્ઠી નવેમ્બરના રોજ રાત્રે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે રાહુલ પોતાની કાર ચાલુ કરવા જતાં અવાજ આવતો હતો. આથી ચેક કરતા કારનું સાઈલેન્સર ચોરાઈ ગયેલું જોવા મળ્યું હતું.
પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો રાહુલે આસપાસ ચેક કરતાં શહેરના પુરુષોત્તમનગરમાથી રવિશંકર ડાહ્યાભાઈ વાળંદની ઈકો કાર નંબર (GJ 07 BR 8057) અને અહીંયા રહેતા દિનેશચંદ્ર માંગીલાલ શાહ ઈકો કાર નંબર (GJ 07 DB 8642) 5મી નવેમ્બરના રોજ કોઈ ઈસમે પાર્ક કરેલ આ બન્ને કારના સાઈલેન્સરની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આમ કુલ 3 ઈકો કારના સાઈલેન્સર કુલ કિંમત રૂપિયા 1 લાખ 20 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ છે.