મોરબીના બંધુનગર નજીક હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર બંધુનગર ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રાહદારી યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મોત થયું હતું અને અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

        મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહીને નોકરી કરતા સંઘપાલ ઉર્ફે સંદીપ દાદરાવ વાકોડે (ઉ.વ.૩૫) વાળા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાબાપુના દીકરા મનોજભાઈ અશોકભાઈ વાકોડે બંધુનગર ગામ આગળ વીસનાળા પાસેથી જતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જી માથા પર ટાયર ફેરવી દીધું હતું જેથી ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો બનાવને પગલે મૃતદેહ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર બંધુનગર ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રાહદારી યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મોત થયું હતું અને અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *