મહુવામાં ન્યાયમૂર્તિના બંગલામાં તસ્કરો નો ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો . .

મહુવામાં ન્યાયમૂર્તિના બંગલામાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળપ્રયાસ મહુવાના કોલેજ રોડ પાછળ આવેલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા ન્યાયમૂર્તિ પોતાના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા તે વેળાએ તસ્કરોએ રહેણાકી મકાનના તાળા નકુચા તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશ કરી સરસામાન વેરવિખેર કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી નાસી છુટ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને છાનબીન હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવાના સૈતાનગરમાં રહેતા અને મહુવા કોર્ટમાં પ્યુન તરીકે નોકરી કરતા હાલ મહુવાના કોલેજ રોડ ઉપર આવેલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા મહુવા ન્યાયાલયના ચોથા એડીશનલ ડિસ્ટ્રીકટ ન્યાયમૂર્તિ ત્રિવેદીના બંગલે ફરજ બજાવતા નિતાબેન નોઘણભાઈ ચુડાસમાએ મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા. ૨૫.૧૧ના રોજ ન્યાયમૂર્તિ પોતાના વતન અમદાવાદ તેઓના પરિવાર સાથે ગયા હતા. અને તેઓ પણ તેના વતન માતલપર ગામે ગયા હતા.

તે વેળાએ ગત તા. ૨૫થી તા. ૨૮ના અરસા દરમિયાન અજાણ્યા શખ્સોએ બંધ બંગલાના તાળા નકુચા તોડી ગેરકાયદે પ્રવેશ કરી દરવાજાનો ઓટોમેટીક લોક તોડી નાખી રૂમમાં ટેબલના ખાના, કબાટના ખાના ખોલી વસ્તુ વેરવિખેર કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી ફરાર થયા હતા. ઉક્ત ચોરીના બનાવની જાણ થતા મહુવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને ફરીયાદ અનુસંધાને અજાણ્યા શખ્સો સામે આઈપીસી. ૩૮૦, ૪૫૪, ૪૫૭, ૫૧૧ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *