પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાંથી દરબારગઢ ચોકમાં વાણીયાવાડના ખુણેથી એક રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા . પોલીસે આ શખ્સો પાસેથી રૂ . 80600 નો મુદામાલ કબજે કર્યો હતો . પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પો.અધિ . સુરજીત મહેડુ સાહેબના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે . ના પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ સાહેબ તથા સર્વેલન્સ
સ્ટાફના પો.કર્મચારી સાથે રાણાવાવ પો.સ્ટે હતા અને સર્વેલન્સ સ્ટાફના માણસોને અગાઉથી સંયુકત બાતમીરાહે હકિકત મળેલ , જે ચોક્કસ અને આધારભુત હકિકત આધારે સલીમ ઉર્ફે મુન્નો સદરૂદીન સોરઠીયા નામનો શખ્સ રહે . દરબારગઢચોક વાણીયાવાડના ખુણે પોતાના રહેણાંક મકાને તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી હકિકત મળતા પંચો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા સલીમ ઉર્ફે મુન્નો સદરૂદ્દીન સોરઠીયા ઉ.વ .43 , બહાદુર નાથાભાઇ પોપટીયા ઉ.વ .56 , સદામ આમદભાઇ જોખીયા ઉ.વ 30 , સીરાજ અબ્દુલભાઇ આડતીયા ઉ.વ .40 ,
અલ્તાફ પોપટભાઈ ઇસાણી ઉ.વ .49 અને પ્રકાશ ઉર્ફે પીન્ટુ બહાદુરભાઇ બરડાઇ ઉ.વ. 40 નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા . પોલીસે આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 80600 / – તથા જુગારના સાહિત્ય કબજે કર્યું હતું .
આ કામગીરીમા પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ , તથા પો.હેડ કોન્સ . બી . જે દાસા , વિ.એન ભુતીયા પો.કોન્સ . હિમાંશુભાઇ વાલાભાઇ , સંજયભાઇ વાલાભાઇ , સરમણભાઇ દેવાયતભાઇ વિગેરે રોકાયેલા હતા