CRIME NEWS: માંડવી તાલુકાના મમાયમોરાની સીમમાં વાડીમાં ગૌવંશ આખલાની પીઠમાં કુહાડીનો ઘા મારી ઈજા પહોંચાડાતાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઢશીશા પોલીસ મથકે પશુપાલક એવા સામતભાઈ લખમીરભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ
CRIME NEWS : તા. 4/5ના સાજે 4:30 વાગ્યાના અરસામાં મમાયમોરાની સીમમાં રવિલાલ રામજી જબુઆણીની વાડીમાં આરોપી અરવિંદ નાયકા હાથમાં કુહાડી લઈને આખલાને મારતો હતો. તેને આ અંગે પૃચ્છા કરતા કહ્યું કે, આખલો અવારનવાર વાડીમાં આવી જાય છે અને ચારો ખાઈ વાડીમાં નુકસાન કરે છે. રાતે અન્ય શખ્સો સાથે ફરિયાદી ઘટનાસ્થળે પહોંચતાં આખલો પીઠના ભાગે કુહાઠીના ઘાથી ઘાયલ હાલતમાં પડયો હતો, આથી ગ્રામજનો સાથે મળીને આખલાને પશુ હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.