CRIME: પશ્ચિમ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળવાનો શીલ શીલો આજે સાતમા દિવસે પણ યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા એક સપ્તાહથી અબડાસા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી રહેલા ચરસ અને ડ્રગના જથ્થા બાદ આજે શનિવારે માંડવી તાલુકાનાં દરિયા કાંઠેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવું છે. SIB અને મરીન પોલીસના સંયુકત પેટ્રોલિંગ દરમિયાન માંડવી અને મસ્કા વચ્ચેના દરિયા કાંઠાના નિર્જન સ્થળેથી માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા હતા. આ પકેટો હાલમાં મળી રહેલા પેકેટ જેવાજ હોવાનુ પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.
CRIME : આ વિશે માંડવી પીઆઈ યુ.કે જાદવ નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, માંડવી અને મસ્કા વચ્ચેના દરિયા કાંઠેથી SIB સાથેની સયુંકત તપાસ કામગીરી દરમિયાન સંદિગ્ધ 10 પેકેટ મળી આવ્યા હતા.
CRIME : આ પેકેટને હસ્તગત કરી તપાસ અર્થે FSLની ટીમને જાણ કરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે આ જથ્થો માદક પદાર્થનો હોવાનું કહી શકાય. જે અંગે તપાસમાં પુષ્ટિ થયા બાદ જાહેર કરાશે. ઉલ્લેખનિય છે કે લગાતાર મળી રહેલા માદક પદાર્થના પગલે ગઈકાલે જ પશ્ચિમ કરછ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાંના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ વિભાગના દરિયા કાંઠો ધરાવતા વિસ્તારના પોલીસ મથકના નંબર જાહેર કરાયા હતા અને આ પ્રકારની સામગ્રી ધ્યાનમાં આવે તો જણાવવા અપીલ કરવામાં આવી હતી.