CRIME: ક્રિકેટના બુકીના ઘરેથી મળ્યા 17 કરોડ રૂપિયા રોકડા

CRIME : આપણે ત્યાં એક કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાં ના મરે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના ગોંદિયામાં સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

 

CRIME : પોલીસે બુકીના ઘરે રેડ કરી તો…

CRIME : આ તરફ ફરિયાદ બાદ જ્યારે નાગપુર પોલીસે કાકા ચોક ખાતે આરોપીના ઘરે દરોડો પાડ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અહીં પોલીસને 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ, લગભગ 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળી આવી છે જેને જપ્ત કરવામાં આવી છે. પોલીસના દરોડા પહેલા જ આરોપી ભાગી ગયો હોઇ હાલ તપાસ ચાલુ છે.

CRIME : ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બનાવનાર કથિત ‘બુકી’ અનંત ઉર્ફે સોન્ટુ નવરતન જૈન નાગપુરથી 160 કિમી દૂર ગોંદિયા શહેરમાં રહેતો હોવાની શંકા છે. જ્યારે પોલીસે જૈનના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે તેના એક દિવસ પહેલા જ દુબઈ ભાગી ગયો હતો. જોકે તેણે એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે.

CRIME : શું કહ્યું નાગપુરના પોલીસ કમિશ્નરે ?

નાગપુરના પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, જૈને ફરિયાદી વેપારીને ઓનલાઈન જુગારમાંથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. પ્રારંભિક ખચકાટ પછી વેપારી જૈનના રફિયાનો શિકાર બન્યો અને હવાલા એજન્ટ દ્વારા 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જૈને વેપારીને ઓનલાઈન જુગાર ખાતું ખોલવા માટે વોટ્સએપ પર એક લિંક આપી હતી.

CRIME : ઉદ્યોગપતિએ ખાતામાં 8 લાખ રૂપિયા જમા કરાવ્યા અને જુગાર રમવાનું શરૂ કર્યું. શરૂઆતની સફળતા પછી, ઉદ્યોગપતિને આંચકો લાગવા માંડ્યો કારણ કે તેણે માત્ર રૂ. 5 કરોડ જીત્યા હતા પરંતુ રૂ. 58 કરોડ ગુમાવ્યા હતા.

વેપારીને શંકા ગઈ અને પછી….

CRIME : આ તરફ ભારે નુકશાન જતાં વેપારીને શંકા થઈ કારણ કે તે મોટાભાગે ખોટમાં હતો અને તેણે તેના પૈસા પાછા માંગ્યા પરંતુ જૈને ના પાડી. જેને લઈ વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. પોલીસે ગોંદિયામાં જૈનના ઘરે દરોડો પાડ્યો હતો.

દુબઈ ભાગી ગયો આરોપી, ઘરેથી 17 કરોડ મળ્યા

CRIME : આ દરોડા દરમિયાન આરોપી બુકીના ઘરેથી 17 કરોડ રૂપિયા રોકડા, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદીના રૂપમાં સોનાના બિસ્કિટ અને જ્વેલરી મળી આવી હતી. જોકે બુકી જૈન પોલીસને ચકમો આપી ગયો હતો. તે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત હજુ નક્કી કરવાની બાકી છે.

CRIME: Rs 17 crore cash recovered from cricket bookie’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *