CRIME: માંડવી માં તૂફાનમાં મુસાફરો બાબતે ધીંગાણું : 16 વિરુદ્ધ સામસામી ફરિયાદ
CRIME : ગઇકાલે બપોરે માંડવીના રૂકમાવતી નદીના પુલના છેડા ઉપર કોર્ટની સામે તૂફાનમાં મુસાફરો ભરવાને લઇને બે જૂથો બાખડતાં હાથાપાઇ અને ધોકાવાળીના દૃશ્યો સર્જાતાં અસ્થિભંગ અને ટાંકા સહિતની ઇજા થઇ હતી.
CRIME : આ ઝઘડાને લઇને 16 વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે માંડવીના મુનીર સલીમ પારાએ આરોપી રજાક ઉર્ફે ખુલ્લી તલવાર સુમરા અને તેના પુત્ર ઝાહીદ અને સમીર સુમરા, એજાજ સુમરા, રફીક સુમરા, અમન ગની સુમરા, ભીષ્મ પટેલ, નૂરમામદ ઇભલા સુમરા, અખ્તર ઉર્ફે અકુભા સંઘાર અને સંદીપ જોગી (રહે. તમામ માંડવી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
CRIME : જેમાં ઝાહીદ અને સંદીપે પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો કર્યો હતો અને રજાકે સાહેદ સીધુભા કોરેજાને પગમાં પાઇપ મારતાં અસ્થિભંગની જ્યારે સાહેદ રહેમતુલ્લા કોરેજાને આરોપી ઝાહીદે અને સાહેદ કાદરને સમીરે ધોકા મારતાં ટાંકાની ઇજા થયાનું ફરિયાદમાં લખાવ્યું છે.
CRIME : બીજી તરફ ઢીંઢના અલ્ફાઝ અલીમામદ સુમરાએ આરોપી હસન પારા, મુનીર પારા, નદીમ પારા, રસીદ પારા અને સદામ પારા (રહે. તમામ માંડવી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં મુનીરે ઝઘડો કરી લોખંડના ધારિયાથી ફરિયાદીને માથાંમાં મારી અને અને સાહેદ અખ્તરને હસન અને નદીમે ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. માંડવી પોલીસે મહાવ્યથા, હથિયારબંધી ભંગ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.