CRIME: ભરૂચનાં ચાવજ ગામે ઈન્સ્ટાગ્રામ મારફતે હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈ ફોટા પડાવ્યા હતા. જે બાદ યુવક દ્વારા યુવતી પાસે પૈસાની માંગણી કરતા યુવતીએ યુવક વિરૂદ્ધ દુષ્કર્મ, છેડતી તેમજ ખંડણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
CRIME: ભરૂચનાં ચાવજ ગામે યુવક દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ નામ રાખી હિંદુ યુવતીને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમજ હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈ ફોટા પડાવ્યા હતા. જે બાદ યુવક દ્વારા યુવતી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. અને જો રૂપિયા નહી આપે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. યુવક દ્વારા યુવતીને બદનામ કરવા માટે તેની ઓફીસ આવી પેટ્રોલ છાંટી પોતાને આગ લગાડવાની યુવતીને ગત શુક્રવારે ધમકી આપતા યુવતીએ આરોપી આદિલ સામે દુષ્કર્મ, છેડતી, ખંડણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપી યુવક આદિલનાં માતા-પિતાને પણ ફરિયાદી બનાવાયા હતા. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
CRIME : ભરૂચ તાલુકાનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી આઈડી બનાવ્યું હતું. જે બાદ યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થતા બંને વચ્ચે મેસેજની આપલે શરૂ થઈ હતી. ત્યારે યુવક દ્વારા પોતે પરણીત હોવાની માહિતી છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સઘળી હકીકતની યુવતીને જાણ થતા યુવતિએ ચાવજ ગામે જઈ યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
CRIME : ભરૂચ તાલુકાનાં એક ગામે રહેતી યુવતી નોકરી અર્થે ભરૂચ આવતી હતી. ત્યારે યુવતી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતી હતી. ત્યારે યુવતીની મુલાકાત સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામનાં યુવક સાથે થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.જે થોડા સમય બાદ પ્રેમમાં પરિણમી હતી. ત્યારે થોડા સમય બાદ યુવતીને માલુમ પડ્યું કે તેણે જેની સાથે મિત્રતા કરી છે તેનું સાચુ નામ આદીલ પટેલ છે અને તે ચાવજ ગામનો રહેવાસી છે. તેમજ તે પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી હતી.