CRIME : પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા નાયબ પોલીસ મહાનીરીક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ ગૌવંશની તસ્કરી અટકાવવા સુચના આપેલ
CRIME : જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષ આર.ડી.જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજના ઓ ના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.શિમ્પી સાહેબ તથા માંડવી પોલીસ સ્ટાફ ના કર્મચારી ઓ વોચમાં હતા તે દરમીયાન પો.હેડ.કોન્સ લીલાભાઇ ખુમાભાઇ દેસાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માંડવી શહેર માં ઉમીયાનગર રોડ પાસે રહેતો તોસીફશા યાશીન શા સૈયદ રહે.માંડવી વાળો પોતાના કબ્જા ના રહેણાંક મકાનમાં ગાયનું કતલ કરેલ છે અને ગૌમાંસ પોતાના મકાન માં રાખેલ છે તેવી સચોટ હકિકત મળતા બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતા શંકાસ્પદ પશુના માંસનો જથ્થો અંદાજીત 34 કિ.ગ્રા જેટલો મળી આવેલ જેથી વેટરનીટી ડોકટર દિશા પટેલ ને બનાવવાળી જગ્યા એ બોલાવી અભિપ્રાય આપવા જણાવતા વેટરનીટી ડોકટર શ્રી એ પશુ માસ ની તપાસણી કરી ગૌમાંશ હોવાનું સ્પષ્ટ અભિપ્રાય આપતા જેથી માંડવી પોલીસ સ્ટેશન એ વિવિધ કલમો તળે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૭ ની કલમ તથા પ્રાણી કૃરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ મુજબ નો ગુનો દાખલ કરેલ હતો
CRIME / માંડવી ના ચકચારી ગૌવંશ ની કતલ ઘટના માં વધુ 4 ઇસમો ની ધરપકડ
આરોપી તોસીફશા યાશીનશા સૈયદ ઉ.વ. ૩૨ રહે. ઉમીયાનગર રોડ, માંડવી કચ્છ વાળા નાં રિમાન્ડ મેળવી ને આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે આ ઘટના માં સંડોવાયેલ અન્ય ચાર આરોપીઓ ના નામ પોલીસ ને આપ્યા હતા જેમને માંડવી ની સિંઘમ પોલીસ એ પકડી પાડેલ છે.
CRIME : ગૌ હત્યા માં પકડાયેલ ચાર આરોપી ઓમાં અશરફ જાફર સુમરા રહેવાસી મફતનગર ગામ કાઠડા તાલુકો માંડવી , આયન અનવર ચાકી રહેવાસી દુર્ગાપુર નવાવાસ તાલુકો માંડવી , ઈકબાલ આમદ ગજણ રહેવાસી ગોધરા તાલુકો માંડવી અને આસિફ સલીમ રાયમા રહેવાસી નાગલપુર તાલુકો માંડવી ને પોલીસે પકડી પાડી ને આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Crime: સમગ્ર કાર્યવાહી માં ડી.ડી.શિમ્પી માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર, તથા એ.એસ.આઇ વાછીયાભાઇ લાખુભાઇ ગઢવી, પો.હેડ.કોન્સ. લીલાભાઇ ખુમાભાઇ દેસાઇ તથા મેહુલભાઇ પ્રવિણચંન્દ્ર જોષી, ધર્મેન્દ્રસિંહ સ્વરુપસિંહ સોઢા, દીલીપભાઇ લેબાભાઇ ડામોર, શિલ્પાબા ચમનસિંહ સોલંકી , પો.કોન્સ. કિરણભાઇ વિરમભાઇ ચૌધરી તથા અનુપભાઇ સગથાભાઇ કાપડી તથા પ્રાંજલબેન હેમાજી માળી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ છે.