CRIME : માંડવીમાં સગીરા પર દુષ્કર્મ કરનારો આરોપી હજુયે પોલીસ પકડથી દૂર

CRIME : માંડવીમાં સગીરા પર દુષ્કર્મ કરનારો આરોપી હજુયે પોલીસ પકડથી દૂર રહેતાં તરુણીના પરિજનોએ ન્યાય મેળવવા ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ ધા નાખી છે. 

CRIME : બીજીતરફ અટકથી બચવા આરોપીએ આગોતરા જામીન માગતાં કોર્ટે આગોતરા નામંજૂર કર્યા છે. આ બનાવની વિગતો મુજબ ગત તા. 21/1/24 ના માંડવી પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 4/10/23ના ખાનગી ઓફિસમાં તેમની સગીર દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ આરોપી રમેશપુરી રામપુરી ગોસ્વામી (ઉ.વ. 37)એ દુષ્કર્મ ગુજારી કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ આપતાં પોલીસે પોક્સો એન દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. 

CRIME : ફરિયાદને પખવાડિયું થવા જતાં આરોપી પોલીસ પકડથી દૂર રહેતાં સગીરાના પરિજના સજળ નયને આઈ.જી. તથા પોલીસ અધીક્ષક સમક્ષ આજે ન્યાયની માંગ સાથે રૂબરૂ ભુજ આવી પહોંચ્યા હતા અને તેમણે લેખિત રજૂઆત કર્યાનું સૂત્રો ના માધ્યમ થી જાણવા મળ્યું છે.

CRIME : બીજીતરફ ધરપકડથી બચવા આરોપી રમેશપુરી રામપુરી ગોસ્વામીએ આગોતરા જામીનની અરજી અદાલત સમક્ષ કરતાં પાંચમા અધિક સેશન્સ જજ પીયૂષ મહેન્દ્રભાઈ ઉનડકટે નામંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *