CRIME / માંડવીમાં પતિની હત્યા કરનારી પત્ની અને પુત્રની અટકાયત
CRIME / ગઈકાલે માંડવી તાલુકાના ફરાદી ગામમાં વહેલી સવારના અરશામાં યુવકને માથા તથા પીઠના ભાગે ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં પોતાના જ ઘરમાંથી મળી આવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી, દરમિયાન પતિથી કંટાળીને પત્ની અને તેના પુત્રએ જ માર મારી ઢીમ ઢાળી દીધુ હોવાનું સામે આવતા ભાઈની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મારબલ ફિટિંગનુ કામ કરતા શ્રમજીવી દાઉદ ઈશાક ચૌહાણ (ઉ.વ.૪૫) અવાર નવાર પત્ની અને પુત્રને મારકુટ કરતો હતો અને ગત રાત્રે નવ વાગ્યે તેના પુત્ર સમીરે ફરિયાદીને રાવ પણ આપી હતી કે જો હવે મારા પિતા દારુ પીને મારી સાથે અને માતાને મારકુટ કરશે તો અમે સહેન નહી કરીએ, તમે મારા પિતાજીને સમજાવી દેજો.
CRIME / ફરિયાદીએ કહ્યુ કે હુ સવારના ભાઈને ઠપકો આપી સમજાવીશ. દરમિયાન રાત્રીના સમયે ફરિયાદીને ભાભી શકીનાએ ફોન કરીને વાત કરી કે તમારા ભાઈની તબીયત બરાબર નથી તેમ કહી ઘરે બોલાવ્યો હતો. ફરિયાદી મામદ ચૌહાણ ઘરે ગયો તો દાઉદ ખાટલામાં પડયો હતો અને મોઢા પર લોહીના દાગ હતા અને તેના શ્વાસ બંધ થઈ ગયો હતો. ફરિયાદીએ આ ગામમાં તબીબને બોલાવતા તબીબે મૃત જાહેર કર્યો હતો. દાઉદના મોત અંગે તેના પુત્ર સમીરને પુછા કરતા તેણે જણાવ્યું હતું કે, રાત્રે મારા પિતા અને માતા વચ્ચે ઝઘડો થયો હતો બાદમાં મારી માતાએ દુપટ્ટો મને આપી તેના બેઉ હાથ બાંધી નાખ્યા હતા બાદમાં મારી માતાએ ધોકો મારતા વાગી ગયો હતો. પોલીસે ગુનો નોંધી માતા અને પુત્રની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.અને બંને અટકાયત કરાઇ હતી.