CRIME: બોપલના એક કોમ્પલેક્ષમાં દારૂના નશામાં ભચાઉના વીજપાસરના બે અને મોટી મઉંના એક સહિત છ લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયારિંગ કર્યું હતું. ગોળીબારના અવાજથી આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. નજીકમાં ક્યાંક ફાયારિંગ થયું હોવાનું જણાઇ આવતાં સ્થાનિક દ્વારા બોપલ પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને 6 લોકોની ધરપકડ કરી હતી. આ છએ આરોપીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે નશામાં ચૂર શખ્સે હવામાં ગોળીબાર કર્યો હતો. બોપલ સેલિબ્રેશન સેન્ટરના પાંચમા માળે એક ઓફિસમાંથી આ ગોળીબારનો અવાજ આવ્યો હતો.
CRIME : બનાવ સ્થળે પોલીસ પહોંચતાં પોલીસને જોઇને 6 શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક ઇસમને ઇજા પહોંચી હતી. પકેડાયેલા ઇસમો દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે રુતુરાજાસિંહ ભૂપેન્દ્રાસિંહ જાડેજા (મોટી મઉં-તા. માંડવી), ફતુભા બળવંતસિહ જાડેજા અને મહાવીરાસિંહ ભાવસંગજી જાડેજા (બંને વીજપાસર-તા. ભચાઉ), મહેન્દ્રભાઈ બાબુભાઈ ઠાકોર, સૂરજ મણીલાલ ભરવાડ અને કેદાર ગાવિંદભાઈ પટવા (ત્રણે અમદાવાદ)ની ધરપકડ કરી હતી. બનાવ સ્થળેથી પોલીસને સ્ટાર્ટર પિસ્ટલ, જીવતા બે કારતૂસ અને ફૂટેલા 7 કારતૂસ મળી આવ્યા હતા, તેમજ દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. પોલીસે 1.28 લાખ રોકડા, બે મોંઘી કાર સહિત કુલ 27.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા 6 શખ્સો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.