CRIME : બિદડાની વાડીમાં ખેતમજૂર યુવક-યુવતીનો સજોડે આપઘાત

CRIME: માંડવી તાલુકા ના બિદડા ગામ ની વાડી માં ખેતમજૂર યુવક – યુવતએ સજોડે આપઘાત કરતાં ચકચાર

CRIME: ચાર દિવસ પૂર્વે જ પાટણ બાજુથી એક યુવક અને યુવતી ખેતમજૂરી અર્થે બિદડાની વાડીમાં આવ્યા હતા અને આજે બંનેએ સજોડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર પ્રસરી છે. આ બનાવ અંગે બિદડાના વાડી માલિક અમૃતલાલ રંગાણીએ કોડાય પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ તેમની વાડીમાં દાડમના પાકને લઇને કામગીરી ચાલી રહી છે. 

CRIME: ચારેક દિવસ પૂર્વે ખેતમજૂરી અર્થે 29 વર્ષના અલ્પેશજી ફટાજી ઠાકોર (મૂળ દયોદર-પાટણ) તથા 19 વર્ષીય અંકિતા કિનાજી ઠાકોર (મૂળ વનાથાણ-પાટણ) આવતાં તેને કામ પર રાખી વાડીમાં રૂમ આપ્યો હતો. ગઇકાલે સાંજે 6.30 વાગ્યે ખેતમજૂરી પૂરી થઇ ગયા બાદ બંને રૂમમાં ચાલ્યા ગયા હતા.બંને ખેતમજૂરીએ ન આવતાં રૂમનો દરવાજો વારંવાર પછાડવા છતાં ન ખુલતાં દરવાજાને તોડતાં બંને એકસાથે રૂમમાં રસ્સી અને દુપટ્ટા સાથે ગળેફાંસો ખાધેલી મૃત અવસ્થામાં લટકતા મળી આવ્યા હતા. કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પી.એસ.આઇ. વી. જી. પરમારે સંભાળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *