CRIME: દારૂ સંબંધિત અનેક ગુનાનો ઇતિહાસ ધરાવતા અને મુંદરાના ત્રણ તથા ગાંધીધામ ક્ષેત્રના ત્રણ એમ છ શરાબના ગુનામાં નાસતા-ફરતા બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ (કેરા)ને LCB એલસીબીએ ઝડપી પાડયો હતો.
CRIME: આ અંગે LCB એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, દારૂના ગુનામાં ધરપકડથી નાસતો-ફરતો આરોપી અનોપસિંહ રાઠોડ હાલે સમાઘોઘા પાસે જિંદાલ કંપનીના ગેટ નં. 1 સામે હાજર છે. આ સચોટ બાતમીના આધારે આરોપી અનોપસિંહને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા મુંદરા પોલીસને સોંપવામાં આવ્યો છે. અનોપસિંહ દારૂ સંબંધિત 25 કેસ વિવિધ પોલીસ મથકમાં નોંધાયા હોવાથી તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.