રીપોર્ટ – જીગર કોટક
CRIME: બનાસકાંઠા એલસીબી ટીમે ગુરુવારે પાલનપુર નજીક પસાર થઇ રહેલી ટ્રક નં. એમએચ 26 બીઇ 7827ને ઉભી રખાવી તલાસી લીધી હતી. જેમાંથી રૂ.18,56,440ની વિદેશી દારૂની પેટી નંગ 335, બોટલ નંગ 7452 મળી હતી. રૂ. 10,00,000ની ટ્રક મળી કુલ રૂ. 28,56,440નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ચાલક રાજસ્થાનના બાધાપોસ્ટનો ચંપારામ નેનારામ જાટની અટકાયત કરી હતી.દારૂ ભરાવનારા હરિયાણાના બહાદુરખેઢનો હનુમાન, રાજસ્થાનના ગંદોલીનો સુનીલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી અને ટ્રક હોટલ ઉપર હોલ્ટ કરાવનારો અમીરગઢ તાલુકાના આવલ ઘુમટીનો મિથુનસિંહ વિનુસિંહ ડાભી સામે ગુનો નોંધ્યો હતો.