Cricket : ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતનો જોરદાર વિજય થયો હતો. બીજી ઇનિંગમાં બેટિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ભારતે આ આસાન ટાર્ગેટ 8 વિકેટ બાકી રહેતા મેળવી લીધો હતો.
સ્નેહ રાણાએ 7 વિકેટ લીધી
Cricket : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું. હવે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ હોય કે પુરૂષ ક્રિકેટ ટીમ, બંને ખૂબ જ મજબૂત છે, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામે એકતરફી જીત નોંધાવવી ભારત માટે મોટી વાત છે. ભારત માટે સ્નેહ રાણાએ આ મેચમાં સૌથી વધુ 7 વિકેટ લીધી છે. તેણે પ્રથમ દાવમાં 3 વિકેટ લીધી હતી, ત્યારબાદ બીજી ઈનિંગમાં પણ તેમણે 4 વિકેટ ઝડપી હતી.
Cricket : ભારતની સાતમી જીત
Cricket : ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ફોર્મેટમાં મહિલા ક્રિકેટ ટીમની આ સાતમી જીત છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ 40 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી તેણે 7 મેચ જીતી છે. આ સિવાય ભારતને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 27 મેચ ડ્રો રહી છે. આ જીત સાથે ભારતીય ટીમની જીતની ટકાવારી હારની ટકાવારી કરતા વધુ થઈ ગઈ છે.