COUNTRY LIQUOR : પશ્ચિમ કચ્છ LCB એ મુંદરા-નલિયામાં રેડ કરી 62,500ના દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપ્યા

પશ્ચિમ કચ્છ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મુંદરા મરીન અને નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹62,500ની કિંમતનો 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.

LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, LCBની ટીમે 1500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો પકડ્યો હતો, જેની કિંમત ₹37,500 આંકવામાં આવી છે. આ કેસમાં ગોયરસમા, તા. મુંદરાના શીવુભા તોગાજી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત, નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBની અન્ય ટીમે પેટ્રોલિંગ દરમિયાન 1000 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹25,000 છે. આ મામલે પિથોરાનગર (સુજાપર), તા. અબડાસાના મહાવીરસિંહ ચતુરસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. બંને કિસ્સાઓમાં, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલમાં 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો સામેલ છે.