વિદેશથી આવતા પ્રવાસીઓએ હવે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે તેવો એક મોટો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.
પાંચ દેશો ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડમાં હાલમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7નો કેર ચાલી રહ્યો છે, ભારતમાં પણ આ વેરિયન્ટનું જોખમ સર્જાયેલું છે તેથી આ દેશોમાંથી ભારતમાં આવતા પ્રવાસીઓના ટેસ્ટની તાકીદની જરુર છે અને આ દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
ટેસ્ટ પોઝિટીવના કિસ્સામાં પ્રવાસીઓને રખાશે ક્વોરન્ટાઈનમાં
હવે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઇલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આ પાંચ દેશોમાંથી ભારતમાં આવનાર પ્રવાસીઓનો એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ થશે અને જો કોઈ પ્રવાસીમાં કોરોનાના લક્ષણો જણાશે અથવા પોઝિટીવ જણાશે તો તેમને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.
દુનિયામાં ઓમિક્રોનના નવા બીએફ7 વેરિયન્ટનો કહેર
હાલમાં દુનિયામાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ બીએફ7 કહેર મચાવી રહ્યો છે. આ વેરિયન્ટે કારણે ચીનની હાલત ખૂબ ખરાબ થઈ છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે નિયમો લાગુ પાડી રહી છે.
ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી
એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી.