કોરોના નો કહેર :સુરતમાં છેલ્લા 13 દિવસમાં 110 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વિદ્યાર્થીઓના કેસમાં 9 ગણો વધારો નોંધાયો

સુરતમાં કોરોનાના કેસો હવે 150થી વધુ નોંધાવાનું શરૂ થઈ ગયું છે. સુરતની સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં 26 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 20 ડિસેમ્બરના રોજ 3 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા. જ્યારે ગત રોજ 26 વિદ્યાર્થી સંક્રમિત થતા છેલ્લા 13 દિવસમાં જ 9 ગણો વધારો નોંધાયો છે.

સ્કૂલો માટે સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે. અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી. ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે ક્લાસ જ બંધ કરવામાં આવતો હતો પણ છેલ્લા થોડા દિવસોથી સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *