લંડનમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનની અમદાવાદમાં એન્ટ્રી

કોરોના કહેર વચ્ચે ગુજરાતના લોકોમાં ખળભળાટ મચે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટેનથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનનો કહેર સીધો અમદાવાદમાં પ્રવેશ્યો છે. અમદાવાદમાં નવા કોરોના સ્ટ્રેનના 4 કેસ સામે આવ્યા છે. ચારેય દર્દીઓને હાલ અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.  22મી ડિસેમ્બરના રોજ બ્રિટેનથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 175 મુસાફરો આવ્યા હતા, જેમાં ગુજરાતના 11 મુસાફરો હતા. 11 મુસાફરોનો એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાતના 11એ મુસાફરોના લોહીના સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલ તેમાંથી ચારનો રિપોર્ટ આવી જતા મોટો ઘટસ્ફોટ થયો છે. હજુ 6 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે.    અમદાવાદમાં ગત 22મી ડિસેમ્બરે લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 175 મુસાફરોના RT-PCR ટેસ્ટ કર્યા જે પૈકી ચારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પછી મ્યુનિ.ની ટીમોએ એક મહિનામાં બ્રિટનથી આવેલા 350 જેટલા મુસાફરોને શોધી કાઢયા હતા. જેના ટેસ્ટ બાદ વધુ આઠ મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ, શહેરમાં બ્રિટનથી આવેલા કુલ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં આઠ દર્દી મૂળ અમદાવાદના અને ચાર દર્દીઓ અમદાવાદ શહેર બહારના છે. આ પૈકી 11 દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

આ તમામ દર્દીઓના લોહીના નમુના લઇ પુના મોકલાયા હતા. નવા વાઇરસનો સ્ટ્રેન છે કે નહીં તેનો રિપોર્ટ શુક્રવાર સુધીમાં આવી જાય તેવી સંભાવના હતી, પરંતુ આજે શનિવારે તેમના રિપોર્ટવ આવ્યા હતા. બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો પછી મ્યુનિ. દ્વારા શહેરભરમાં સઘન સર્વેલન્સ કરાયું હતુ.

ગત તા. 22 ડિસેમ્બરથી પહેલાં એટલે કે, ગત નવેમ્બર મહિનામાં જેટલા મુસાફરો બ્રિટેનથી આવ્યા હતા તે તમામના નામ એરલાઇન્સ પાસેથી મેળવ્યા હતા. આ તમામ મુસાફરોને હોમ ટુ હોમ જઇ સરવે કરાવ્યો હતો જ્યાં તેમને કોઇપણ પ્રકારના લક્ષણો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી કોઇ મુસાફરોનો હોમ આઇસોલેશનનો સમય પૂર્ણ થયો નથી તેવા મુસાફરોને સઘન હોમ આઇસોલેશનમાં રહેવાની સુચના અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *