ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે જ્યારે 348 દર્દી સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ 200થી 300 વચ્ચે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 364 પોઝીટિવ કેસ નોંધાયા છે.
24 કલાકમા 364 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસોમાં ગઈકાલ કરતા વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમા 364 કેસ નોંધાયા છે. રાજ્યામાં 1947 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેકમાં 148 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે વડોદરામાં 40 સુરત મહેસાણામાં 36-36 કેસ સામે આવ્યા છે. પાટણમાં 15 રાજકોટ વલસાડ11-11 કેસ અને ભરૂચ-9 આણંદ 9 સાબરકાંઠા 7 કેસ નોંધાયા છે. ગાંધીનગર 9 મોરબી 5 નવસારી 5 કેસ નોંધાયા છે. કચ્છ 4 બનાસકાંઠા 3 ગીરસોમનાથ 2 અને પચંમહાલ 2 અમરેલી 1 દાહોદ 1 કેસ નોંધાયો છે. ખેડા 1 મહિસાગ 1 પોરબંદર 1 અને સુરેન્દ્રનગર 1 તાપી 01 ભાવનગર 1 કેસ નોંધાયો છે તેમજ રાજ્યમા આજે એક દર્દીનુ મોત થયું છે.તેમજ 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે