કોરોના મૃત્યુ સહાય માટે 24 જૂન સુધી અરજી થઈ શકશે

કોરોના મૃત્યુ સહાય માટે 24 જૂન સુધી અરજી થઈ શકશે

કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને રૂ.50 હજારની આર્થિક સહાય ઓનલાઈન ચૂકવાય છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 18,778 પરિવારને સહાય ચૂકવાઈ છે. હવે કોર્ટે જારી કરેલી નવી ગાઇડલાઇન મુજબ કોરોનાથી 24 માર્ચ પછી મૃત્યુ થયુ હોય તો 26 જૂન સુધીમાં અરજી કરી શકાશે.

કોરોના મૃત્યુ સહાય માટે 24 જૂન સુધી અરજી થઈ શકશે

જિલ્લા કલેકટર કચેરી તરફથી મળેલી માહિતી મુજબ 24 માર્ચ પહેલા કોરોનાથી મૃત્યુ થયું હોય તો સહાય મેળવવા માટે કટ ઓફ ડેટ 24 મે રખાઇ હતી. જ્યારે 24મી માર્ચ પછી મૃત્યુ થયું હોય તેવા મૃતકના પરિવારજનો 90 દિવસ એટલે કે, 24 જૂન સુધી અરજી કરી શકશે. આ તારીખ પછી ઓનલાઇન અરજી સ્વીકારાશે નહીં. આ કટ ઓફ ડેટ પછી કોરોના મૃત્યુની સહાય મેળવવી હોય તો ગ્રીવેન્સ રિડ્રેસલ કમિટી (જીઆરસી) સમક્ષ કરવાની રહેશે.
જીઆરસીની બે કમિટી છે. જેમાંકોર્પોરેશન વિસ્તારમાં ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં અને જિલ્લામાં આરએસીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. કમિટી જ તેનો નિકાલ કરીને ડિઝાસ્ટર વિભાગ સમક્ષ મોકલી અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *