CORONA : સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમા સ્થાને, 1 દર્દી સાજો થયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને હવે 44 થઈ ગયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ રાજ્યમાં કોરોનાના પાંચ કેસ હતા.
CORONA: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો અલાયદો વોર્ડ તૈયાર
CORONA: આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ 287 સાથે મોખરે, કર્ણાટક 175 સાથે બીજા, તામિલનાડુ 117 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 68 સાથે ચોથા જ્યારે ઓડિશા 54 સાથે પાંચમાં ક્રમે છે. રાજ્યમાં ‘ અત્યારસુધી કોરોનાના કુલ 12,91, 515 કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 12,80, 391 દર્દી સાજા થયા છે અને 11080 મૃત્યુ પામ્યા છે. હાલ કોરોનાના મોટાભાગના દર્દી હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં છે. આમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો અલાયદો વોર્ડ તૈયાર રાખવામાં આવેલો છે.