છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના નવા ૧૭૪ કેસ નોંધાયા
ગાંધીનગર:રાજ્યમાં આજે કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ના નવા ૧૭૪ કેસ નોંધાયા છે.રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં-૫૭, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં-૨૬, સુરત કોર્પોરેશન વિસ્તારમાં-૨૪, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં-૬, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં-૬, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં-૨ કેસ નોંધાયા છે.આ ઉપરાંત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લામાં-૯, સુરત જિલ્લામાં-૬, મહેસાણા જિલ્લામાં-૫, વડોદરા અને વલસાડ જિલ્લામાં ૪-૪, ભરૂચ અને કચ્છ જિલ્લામાં ૩-૩, અમરેલી, આણંદ, ગાંધીનગર ,ગીર સોમનાથ, મોરબી અને નવસારી જિલ્લામાં ૨-૨, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા ,પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં ૧-૧ કેસ નોંધાયો છે.રાજ્યમાં કુલ ૨૨૧૫ એક્ટિવ કેસો પૈકી ૫ દર્દીઓની તબિયત નાજુક હોય તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે ૨૨૧૦ દર્દીઓની તબિયત સ્ટેબલ છે.રાજ્યમાં આજે ૨૬૮ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.