કોરોના ગુજરાત રાજ્યમાં 200થી વધુ નવા કેસ; 228 નવા કેસ સામે 117 રિકવર, 1102 એક્ટિવ કેસ

કોરોના ગુજરાત રાજ્યમાં 200થી વધુ નવા કેસ; 228 નવા કેસ સામે 117 રિકવર, 1102 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે. જ્યારે 117 દર્દી સાજા થયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ 230 કેસ હતાં. આજે અમદાવાદ શહેરમાં 100 વધુ 114 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.02 ટકા થયો છે. તો એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર થયો છે અને હાલમાં 1102 એક્ટિવ કેસ છે. 17 જિલ્લા અને 6 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસવડોદરા શહેરમાં 26, સુરત શહેરમાં 20, રાજકોટ શહેરમાં 12, જામનગરમાં 7, સુરત જિલ્લામાં 6 તથા નવસારીમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ ગાંધીનગર, ગાંધીનગર શહેર અને વડોદરા જિલ્લામાં 4-4, આણંદ, મહેસાણા અને વલસાડ જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, અમરેલી, કચ્છ અને મોરબી જિલ્લામાં 2-2 કેસ નોંધાયો છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 16 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

કોરોના ગુજરાત રાજ્યમાં 200થી વધુ નવા કેસ

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 913ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 892 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1102 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 1099 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *