કોરોનાની ચોથી લહેરનો (Corona fourth wave) ખતરો

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની ચોથી લહેરને (Corona fourth wave) લઈને આપી ચેતવણી 

કોરોનાની ચોથી લહેરને લઈને વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી સામે આવી છે. આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓમિક્રોનના બે નવા વેરિયન્ટ લોકોમાં પહેલેથી ઉપલબ્ધ એન્ટીબોડીને ખતમ કરી શકે છે. 
 Corona fourth wave: કોરોનાની ચોથી લહેરને લઈને વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી સામે આવી છે. આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓમિક્રોનના બે નવા વેરિયન્ટ લોકોમાં પહેલેથી ઉપલબ્ધ એન્ટીબોડીને ખતમ કરી શકે છે. 

Corona fourth wave: ઓમિક્રોનના બીએ.4 અને બીએ 5 વેરિયન્ટના સ્ટડીને આધારે વૈજ્ઞાનિકોનો દાવો
ઘણી સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ સાથે મળીને ઓમિક્રોનના બીએ.4 અને બીએ 5 વેરિયન્ટનો સ્ટડી કર્યો છે. અભ્યાસ દરમિયાન, 39 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેમને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હતો. આઠ લોકોને ફાઇઝરનો ડોઝ આપવામાં આવ્યો હતો, 7 લોકોને જોન્સન એન્ડ જ્હોન્સન અને 24 લોકો એવા હતા જેમણે કોઈ રસી લીધી ન હતી.


Corona fourth wave:જે લોકોએ વેક્સિન લીધી તેમનામાં જોવા મળી 5 ગણી વધારે રોગપ્રતિકાર શક્તિ 
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, “જે લોકોને રસી આપવામાં આવી છે તેમની રોગપ્રતિકારક શક્તિ પાંચ ગણી વધારે હોય છે અને તેઓ વધુ સુરક્ષિત હોય છે. રસી ન લેનારામાં એન્ટીબોડીની સંખ્યા પણ 8 ગણી ઓછી હતી. તેઓ બીએ.1 થી પણ સંક્રમિત થયા હતા, પરંતુ બીએ.4 અને બી.એ.5સામે લડવાની ખૂબ ઓછી ક્ષમતા ધરાવતા હતા.

Corona fourth wave: ભારતમાં પણ કોરોનાની ચોથી લહેરનો ખતરો
ભારતમાં પણ દિનપ્રતિદિન કેસ વધી રહ્યાં છે તેથી ચોથી લહેરનો ખતરો પેદા થયો છે. આ દરમિયાન નિષ્ણાંતો અને ડોક્ટરો લોકોને સતત એલર્ટ રહીને કોરોનાના નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યાં છે. 

Corona fourth wave:માસ્ક અને અન્ય નિયમોનું પાલન કરો
 જે લોકો વેક્સિનની સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું પાલન કરે છે, તે લોકોને સંક્રમણ થવાનું નહીંવત શક્યતા છે. તો વળી દેશમાં કોરોનાના વધતાં કેસોને જોતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે, કોવિડ 19 સંક્રમણના કેસો વધી રહ્યા છે કારણ કે લોકોને લાગી રહ્યું છે કે, મહામારી ખતમ થઈ ચુકી છે, દુર્ભાગ્યવશ આ ખોટુ છે, વાયરસ હાલમાં પણ આપણી વચ્ચે છે. ડો, રાજીવ જયાદેવને પોતાની સ્ટડીનો હવાલો આપતા કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાના 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ લે છે, તો વાયરસના સંક્રમણ અને તેની ગંભીરતા સાથે જોડાયેલા કેસમાં ઘટાડો થશે, તો વળી વેક્સિનના વધારાવા કોવિડ 19ના અન્ય સુરક્ષા ઉપાયો પર ભાર આપતા કહ્યું કે, તેનાથી મહામારીથી બચવા માટે કેટલાય પ્રકારની સુરક્ષા વિકલ્પો રહેલા છે. તેમાંથી વેક્સિનેશન, માસ્કનો ઉપયોગ અને કોવિડ અનુરૂપ વ્યવહાર સામેલ છે. એટલા માટે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આપણે આ ઉપાયો અપનાવવા જોઈએ.

ReplyForward

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *