એકવાર ફરી બદલાઈ રહી છે કોરોનાની કોલર ટ્યૂન, બીગ બીને બદલે સંભળાશે ફીમેલ વોઈસ

દેશમાં આવતીકાલથી કોરોનાની વેક્સીનેશનની શરૂઆત થઈ રહી છે અને સાથે સારી વાત એ છે કે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સમયે તમને અન્ય મોટા ફેરફારમાં એ મળશે કે તમે જૂની કોલર ટ્યૂનથી છૂટકારો મેળવી શકશો. 

2020માં 6 મહિનાથી વધારે સમયથી તમે એક જ સરખી કોરોનાની કોલર ટ્યૂન સાંભળી રહ્યા છો જેની શરૂઆત ખાંસીની સાથે થાય છે. આ પછી ફોન પર બોલિવૂડ સુપર સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજમાં કોલર ટ્યૂન આવી. જેમાં તેઓ કે છે કે આખો દેશ નહીં વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. આગળ તેઓ કોરોનાથી બચવા માટે સમય સમયે હાથ ધોવા, માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવું જેવી બાબતોને વિસ્તારથી જણાવી રહ્યા છે. મળશે મહિલાના  અવાજમાં નવી કોલર ટ્યૂન જાન્યુઆરીમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા વેક્સીનેશનની સાથે સાથે એક નવી કોલર ટ્યૂન પણ મળશે. નવી ટ્યૂનમાં એક મહિલાનો અવાજ હશે. તેનો ઉપયોગ કોરોના વેક્સીનેશન ડ્રાઈવને વિશે જાગરૂકતા માટે કરાશે. 

નવી ટ્યૂનમાં આ વાત કહેશે મહિલા નવું વર્ષ કોરોનાની વેક્સિનના રૂપમાં આશઆવાદી રહ્યું છે. કોલર ટ્યૂનમાં સંભળાશે કે ભારતમાં બનેલી વેક્સિન પ્રભાવી અને સુરક્ષિત છે. કોરોનાની વિરુદ્ધમાં પ્રતિરોધક ક્ષમતા આપે છે. ભારતીય વેક્સિન પર ભરોસો કરો અને અફવાઓ પર ભરોસો ન કરો.
આ સંદેશ જનતાથી અપીલ કરે છે કે ભારતમાં બનેલી સ્વદેશી વેક્સિન પર વિશ્વાસ રાખો અને અફવાઓ પર ભરોસો ન કરો, સંદેશ એ પણ સ્પષ્ટ કરે છે કે વેક્સિન લગાવી લીધા બાદ લોકોએ કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમ કે માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા. આ સિવાય પીએમ મોદીના નવા નારા દવાઈ ભી, કડકાઈ ભી પર ભાર મૂકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *