CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI : મોદીને માલદીવ્સની મુલાકાત પહેલાં રાષ્ટ્રપતિના સાળાએ ઇસ્લામના સૌથી મોટા દુશ્મન કહ્યા.

CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI : મોદીને માલદીવ્સની મુલાકાત પહેલાં રાષ્ટ્રપતિના સાળાએ ઇસ્લામના સૌથી મોટા દુશ્મન કહ્યા.

CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI
CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI

CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 જુલાઈના રોજ માલદીવ્સની મુલાકાતે જશે. આ પહેલાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી જમિયતના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે પીએમ મોદીને આતંકવાદી ગણાવ્યા હતા અને તેમના પર બાબરી મસ્જિદ તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વિવાદ વધુ વધ્યો ત્યારે આ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલિટ કરી દેવામાં આવી. માલદીવ્સ સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI
CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI

CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI : અબ્દુલ્લાએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું- મોદી ઇસ્લામના સૌથી મોટા દુશ્મન છે, તેઓ આતંકવાદી છે. તેમણે બાબરી મસ્જિદ તોડી પાડી છે, જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી છે અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે. માલદીવ્સ માટે તેમને આમંત્રણ આપવું એ એક મોટી ભૂલ છે.

અબ્દુલ્લા માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની પત્ની સાજિદા મોહમ્મદ દ્વારા રચાયેલી સંસ્થા સાથે સંકળાયેલા છે.

પીએમ મોદી 25 જુલાઈએ માલદીવ્સ પહોંચશે. 26 જુલાઈએ તેઓ ત્યાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. મોદીની માલદીવ્સની આ ત્રીજી મુલાકાત હશે, જે વેપાર, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવશે.

ઓક્ટોબર 2024માં માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ સાથેની વાતચીત બાદ બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર કામ કરવાનું શરૂ કર્યું છે.

CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI
CONTROVERSY ON MALDIVES VISIT OF PM MODI

નવેમ્બર 2018: પીએમ મોદી રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા. આ દરમિયાન તેમણે માલદીવ્સ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.
જૂન 2019: મોદીએ માલદીવ્સની રાજ્ય મુલાકાત લીધી, જે દરમિયાન તેમણે માલદીવ્સ સંસદ (મજલિસ)ને સંબોધિત કરી અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

મોહમ્મદ મુઇઝ્ઝુના સાળાથી વિપરીત માલદીવ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું હતું કે જો ભારત ન હોત તો અમારી અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ હોત. ANI સાથે વાત કરતાં નશીદે કહ્યું હતું કે તેમના દેશની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જો ભારતે સમયસર મદદ ન કરી હોત તો માલદીવ્સ નાદાર (ડિફોલ્ટ) થઈ ગયો હોત.

2022-23માં પર્યટનના પતનને કારણે માલદીવ્સ ઊંડા આર્થિક સંકટમાં ફસાઈ ગયું. તેનું વિદેશી દેવું વધી ગયું હતું અને ડોલરની ભારે અછત સર્જાઈ હતી. ભારતે અનાજ-ઈંધણ પુરવઠો અને ક્રેડિટ લાઇન પૂરી પાડીને માલદીવ્સને ડિફોલ્ટથી બચાવ્યો હતો. નશીદનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવ્સની મુલાકાત પહેલાં આવ્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Shravan Subhechchha
Shravan Subhechchha

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *