શું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થશે ત્રિકોણીય મુકાબલો? ઝારખંડના આ નેતા પણ ઉતર્યા મેદાનમાં?

કોંગ્રેસ
કોંગ્રેસ

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આજે નામાંકનનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નામાંકન ફોર્મ ભર્યા હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આ બંને નેતાઓ જ એકલા મેદાનમાં નથી. આ બંને ઉપરાંત ઝારખંડના કોંગ્રેસી નેતા કે એન ત્રિપાઠીએ પણ શુક્રવારે ઉમેદવારી નોંધાવી હતી. ભલે મલ્લિકાર્જુન ખડગે તરફ ઝુકાવ વધારે છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ત્રણ ઉમેદવારો હોવાને કારણે હવે સ્પર્ધા ચોક્કસપણે ત્રિકોણીય બની ગઈ છે.

ઝારખંડ કોંગ્રેસના નેતા કે એન ત્રિપાઠીએ કહ્યું, “મેં આજે પાર્ટી અધ્યક્ષ પદ માટે મારું નામાંકન ભર્યું છે. પાર્ટીના નેતાઓ જે પણ નિર્ણય લેશે તેનું સન્માન કરીશ.” અગાઉ કેરળના કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી નોંધાવી હતી.

કોણ છે કે એન ત્રિપાઠી?

કૃષ્ણાનંદ ત્રિપાઠી ઉર્ફે કે એન ત્રિપાઠી ઝારખંડના છે. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ એરફોર્સમાં હતા. તેમણે સેનાની નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો. 2005માં કોંગ્રેસની ટિકિટ પર ડાલ્ટનગંજ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે આમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. 2009માં ફરીથી ડાલ્ટનગંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી તેમને રાજ્ય સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા. જો કે 2014માં તેમને આ સીટ પર ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *