Congress : કોગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો આકલાવ વિધાનસભા ના ગામોમાં ચૂંટણી પ્રચાર
Congress : આણંદ લોકસભા ના ઉમેદવાર અમિતભાઇ ચાવડાનો આકલાવ વિધાનસભાનાં આણંદ તાલુકાનાં સુદણ, રાજુપુરા,આંકલાવડી, ખેરડા, ખાનપુર, ભોઇપુરા, વાડીનાથપુરા, વહેરાખાડી રામદેવજી મહારાજના મંદિર, બેડવા, ગોપાલપુરા અને મોગર ગામમાં ભાથીજી મહારાજ ના મંદિર પાસે જન જન ના આશીર્વાદ માટે સભા યોજાઈ આ સમયે પ્રચાર દરમિયાન રામદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આણંદ તાલુકાના ગામે ગામ લોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો અમિત ચાવડાના સમર્થન મા સ્વયંભુ ઉમટી પડયા અને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવા સંકલ્પ લીધા
Congress : આ પ્રસંગે આણંદ તાલુકાના ગામે જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત આંકલાવ એપીએમસી ચેરમેન મનુભાઈ પઢીયાર,પૂ.ચેરમેન પ્રતાપસિહ સોલંકી, આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યશપાલસિંહ સોલંકી, આકલાવ તાલુકાના કોગ્રેસ (Congress ) પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, આંકલાવ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી સંજયભાઈ પઢીયાર, ફતેસિંહ સોલંકી, મનુભાઈ પઢીયાર,નરેન્દ્રસિંહ પરમાર , ચિરાગસિહ મહીડા સૌ આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને અભૂતપૂર્વ જન પ્રતિસાદ મળ્યો આ સાથે નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.