ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ભરપાઇ કરવા માટેની વળતર યોજના આગામી તા. ૩૦મી જૂન સુધી લંબાવી

મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ભરપાઇ કરવા ઉપર ૧૦ ટકા વળતર અને ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીના ૨ ટકા વળતર આપવાની યોજના આગામી તા. ૩૦મી જૂન, ૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે, તેવું મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું છે.
મ્યુનિસિપલ કમિશર ડો. રતનકંવ્ર ગઢવી ચારણે વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મિલકતવેરો ભરપાઈ કરવા ઉપર ૧૦% વળતર તેમજ ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીના ૨% વળતર આમ કુલ ૧૨% વળતર યોજના હાલમાં અમલી છે. કોરોના મહામારીના પગલે આવેલી લોકડાઉનની સ્થિતિના કારણે ઘણા મિલકતધારકો સમયસર મિલકતવેરાની ચૂકવણી કરીને ૧૦ % વળતરનો લાભ લેવાનું ચૂકી ગયા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેઓને વળતરનો લાભ મળે તેના માટે ૧૦% વળતર યોજનાને તારીખ ૩૦મી જુન સુધી લંબાવવામાં આવી છે.
તા.૩૧/૦૫/૨૦૨૧ સુધી કુલ રૂપિયા ૭.૦૯ કરોડ જેટલી રકમની વસુલાત થયેલ ગાંધીનગર મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક પહેરીને આવતા મિલકતધારકો માટે રોકડમાં અને ચેકથી મિલકતવેરાના નાણાં સ્વીકારવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જનસેવા કેન્દ્ર પર તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી(જાહેર રજાના દિવસો સિવાય) ઓફલાઇન નાણાં સ્વીકારવાનો સમય સવારે ૯.૦૦ કલાકથી સાંજના ૪ કલાક સુધી રાખવામાં આવેલ છે. ઓનલાઈન માધ્યમથી મિલકતવેરો ભરવા અંગે અત્રેની કચેરીની વેબસાઈટ www.gandhinagarmunicipal.com ઉપર જરૂરી સૂચનાઓ મુકવામાં આવી છે. ઓનલાઈન મિલકતવેરાની ચુકવણી કરવા અત્રેની કચેરીની વેબસાઈટ www.gandhinagarmunicipal.com તથા https://enagar.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે. વધુમાં ઓનલાઇન પેમેન્ટ વખતે આવતી મુશ્કેલી માટે pmctax8@gmail.com પર ઇ-મેલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *