અમેરિકામાં કોલ્ડ એટેક : તાપમાન -40 ડિગ્રીએ પહોંચ્યું

ટેક્સાસ, ઓક્લાહોમા, મિસૌરી, ટેનેસી, મિસિપ્પી અને લુઈસિઆનામાં વાવાઝોડાના કારણે વીજળી ખોરવાઈ જતાં અંદાજે 10 લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. બે દિવસમાં હજારો ફ્લાઈટો રદ કરવામાં આવી છે.

નાતાલ પૂર્વે અમેરિકાના અનેક વિસ્તારોમાં ભયાનક બરફીલા બોમ્બ તોફાને ભારે વિનાશ કર્યો છે. આ કોલ્ડ એટેકથી અનેક શહેરોમાં તાપમાન સરેરાશ 35થી -40 ડિગ્રી થયું છે. ઉલ્લેખનીય છે કે, ટેક્સાસ, ઓક્લાહોમા, મિસૌરી, ટેનેસી, મિસિપ્પી અને લુઈસિઆનામાં વાવાઝોડાના કારણે વીજળી ખોરવાઈ જતાં અંદાજે 10 લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. બે દિવસમાં હજારો ફ્લાઈટો રદ કરવામાં આવી છે. હાડ થીજાવી દેતી ઠંડીમાં મધ્ય અમેરિકામાં તાપમાન મંગળ ગ્રહ કરતા પણ વધુ ઠંડું થઈ ગયું છે અને સ્થિત વધુ કથળવાની આશંકા સેવાઈ રહી છે. અમેરિકામાં નાતાલની રજાઓ શરૂ થવાની સાથે જ હવામાને પણ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાનની આગાહી કરનારાઓએ સદીમાં એક જ વખત જોવા મળતું બરફીલું વાવાઝોડું બોમ્બ વધુ શક્તિશાળી થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *