New Parliament building
New Parliament building : સરકાર નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદઘાટન કરવાની છે. તેની યાદગીરીમાં રૂપિયા 75નો સિક્કો બહાર પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવશે.
New Parliament building : નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ખાતા દ્વારા ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયા મુજબ, આવા સિક્કાનો વજન 34.65થી 35.35 ગ્રામ હોઈ શકે છે. સિક્કાની એક બાજુ કેન્દ્રમાં અશોક સ્તંભના લાયન કેપિટોલ સાથે શબ્દ ભારત દેવનાગરી ભાષામાં અને ઈન્ડિયા અંગ્રેજી ભાષામાં લખેલું હશે. તેમ તેમા જણાવાયું છે.
New Parliament building : રૂપીનું પ્રતિક અને ડિનોમિનેશનલ મૂલ્ય 75નું ઈન્ટરનેશનલ ન્યુમરલ પણ લાયન કેપિટલ નીચે લખાયેલું રહેશે. સિક્કાની બીજી બાજુએ સંસદ ભવનની તસવીર અને તેના નીચે વર્ષ 2023 ઈન્ટરનેશનલ ન્યૂમરલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં લગભગ 25 રાજકીય પક્ષો ભાગ લે તેવી શક્યતા છે, જ્યારે 21 પક્ષોએ સમારોહનો બહિષ્કાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના 18 પ્રાદેશિક પાર્ટીઓ સહિત સાત બિન-NDA પક્ષો આ કાર્યક્રમમાં હાજરી આપશે.