CNG ગેસમાં કિલોએ દોઢ રૂપિયો વધ્યો: CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે

CNG
CNG

CNG ગેસમાં કિલોએ દોઢ રૂપિયો વધ્યો: CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે

નવા વર્ષના પહેલા જ દિવસે CNG ભરાવતા લોકો પર ગુજરાત ગેસ કંપનીએ દોઢ રુપિયાનો વધારો ઝિંક્યો છે. આ નવો ભાવ આજથી અમલી બનતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે કારણ કે ગયા વર્ષે જ ત્રણ મહિનામાં સતત એક-એક રુપિયાનો વધારો આવ્યો ને નવા વર્ષે પણ ફરી દોઢ રુપિયા વધારવાની જાહેરાત થતા લોકો પર ભારણ વધ્યું.

કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો

કંપનીએ 1 જાન્યુઆરીથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો લાગુ કરી દીધો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા CNG વાહનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે 79.26 પર પહોંચી ગયો છે. ભાવવધારા પહેલા જૂનો ભાવ 77.27 રૂપિયા હતો.

6 મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો

છેલ્લા 6 મહિનામાં જ CNGમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવવધારો થવાને કારણે CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે. ગુજરાત ગેસના CNG પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો CNG ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.

CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે

કંપનીએ જુલાઈ મહિનામાં CNGના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવવધારો કર્યો હતો અને છેલ્લે ડિસેમ્બરમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો. જોકે, આ વધારા બાદ પણ નવા વર્ષે ફરીથી દોઢ રુપિયાના ભાવવધારાની જાહેરાત કરતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. સુરતમાં રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો CNGનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *