CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય થલ સેનાના સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે ગાંધીનગરમાં લીધી હતી. લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે નવેમ્બર-2022માં સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ નો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર CM મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ભારતીય થલ સેનાના આ સર્ઘન કમાન્ડના વિસ્તારમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તાર દીવ-દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.
CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં જનરલ ઓફિસર કમાન્ડીંગ 12 કોર લેફટનન્ટ જનરલ રાકેશ કપૂર તથા 11 રેપિડ-એચ ના જનરલ ઓફિસર કમાન્ડીંગ મેજર જનરલ સમશેરસિંહ વિર્ક પણ જોડાયા હતા. CM મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.