CM UP : યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાફલાની કારના એક્સિડન્ટમાં 11 લોકો ઘાયલ થયાં છે જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
CM UP : યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાફલાની કારને લખનઉના શહીદ રોડ પર એક મોટો એક્સિડન્ટ નડ્યો હતો. સીએમના કાફલામાં સૌથી આગળ જઈ રહેલી એન્ટી ડેમો કાર પલટી જતાં 5 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ થયાં હતા જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
CM UP : કેવી રીતે થયો એક્સિડન્ટ
જણાવાઈ રહ્યું છે કે સીએમ કાફલાની એન્ટી ડેમો ગાડી રોડ પર પડેલા મરેલા પશુ સાથે અથડાઈ હતી જેને કારણે તે ઉથલી પડી હતી અને ત્યાં ઉભેલા લોકો સાથે ટકરાઈ હતી.
તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે.
CM UP : ડીજીપી પ્રશાંત કુમાર પહોંચ્યાં હોસ્પિટલ
CM UP : આ દરમિયાન ડીજીપી પ્રશાંત કુમાર અને અન્ય અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે.ઘાયલોમાં પાંચ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બાકીના અન્ય છે. ઘાયલ થયેલા અન્ય લોકો રસ્તાના કિનારે ઉભા હોવાનું કહેવાય છે.