CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 61 માર્ગો માટે 2995 કરોડ મંજૂર કર્યા, જાણો વિગત

CM
CM

 CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 61 માર્ગો માટે 2995 કરોડ મંજૂર કર્યા, જાણો વિગત

CM રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા મુખ્યમંત્રીએ રૂ. 2995 કરોડ મંજૂર કર્યા છે

CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યમાં રોડ-રસ્તાઓની કનેક્ટિવિટીને લઈ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા રૂ. 2995 કરોડ મંજૂર કર્યા છે.

61 માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે

જે અંતર્ગત, 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા રૂ. 1646.44 કરોડ, તો 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ ફાળવ્યા છે. 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડ ફાળવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ ફાળવવામાં આવશે.

CM સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *