CM અમદાવાદના શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે જોવા મળ્યા હળવા મૂડમાં, CM ભૂપેન્દ્ર પટેલ સાથે બાળકોએ સેલ્ફી પણ લીધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” ના તાજેતરના એપિસોડમાં દેશવાસીઓને 1 ઓક્ટોબરે “સ્વચ્છતા માટે એક કલાકના શ્રમદાન”ની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ “સ્વચ્છાંજલિ” હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિતના નેતાઓ જોડાયા હતા.
હળવા મૂડમાં જોવા મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે ‘એક તારીખ-એક કલાક’ મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં શ્રમદાન કર્યું હતું. ઘાટલોડિયાના લક્ષ્મણગઢના ટેકરા નજીક સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
બાળકો સાથે સેલ્ફી પણ લીધી
આ શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બાળકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી, સાથે જ બાળકો સાથે તેમણે ફોટા પણ પડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે ખૂબ મસ્તી કરતા નજરે પડ્યા હતા.