China ‘Super Cow’ એક દિવસમાં 140 લીટર દૂધ આપશે

ચીન ગાયક પર વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યો છે અને તૈયાર કરી રહ્યું છે “china super cow ” વૈજ્ઞાનિકોના કહેવા મુજબ એક દિવસમાં 140 લિટર જેટલું દૂધ આ ગયા આપશે

China Super Cow: ચીન પ્રાણીઓ પર અજીબોગરીબ પ્રયોગો હમેશાં કરતું રહે છે. હવે ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે 3 ‘Super Cow’ તૈયાર કરી છે. તેઓ કહે છે કે આ ‘સુપર કાઉ’ એક દિવસમાં 140 લિટર દૂધ આપી શકે છે.

ચીની વૈજ્ઞાનિકોનું ધ્યાન આગામી 2 વર્ષમાં આવી 1000 ‘Super Cow’ ઉત્પાદન કરવા નો છે

ચીનના વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી ગાયની જાતિ 100 ટન એટલે કે 2 લાખ 83 હજાર લિટર દૂધ આખા જીવનમાં આપી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકોએ નોર્થવેસ્ટ યુનિવર્સિટીમાં તેમની ‘સુપર ગાય’નું પ્રજનન કરાવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે તેનો જન્મ છેલ્લા બે મહિનામાં નિંગ્ઝિયા વિસ્તારમાં થયો હતો. અને, હવે ત્યાંના વૈજ્ઞાનિકોનું ધ્યાન આગામી 2 વર્ષમાં આવી 1000 ગાયોનું ઉત્પાદન કરવા પર છે.

નોર્થવેસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવા પ્રકારની ગાયોનું સંવર્ધન કર્યું

ચાઈનીઝ ‘સુપર કાઉ’ વિશેના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ નેધરલેન્ડથી આવતી હોલસ્ટીન ફ્રિશિયન ગાયના ક્લોન છે. ચીન વર્ષ 2017માં ક્લોનિંગ દ્વારા ગાયોનું ઉત્પાદન કરી ચૂક્યું છે. તાજેતરમાં, નોર્થવેસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવા પ્રકારની ગાયોનું સંવર્ધન કર્યું છે.

ચીને આર્કટિક વરુનો પણ ઉછેર કર્યો

આવું માત્ર ગાયનું જ નથી, જ્યારે ચીને એક પ્રાણીનું ક્લોન કર્યું છે, પરંતુ ત્યાં અન્ય પ્રાણીઓના ક્લોન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે, ચીની વૈજ્ઞાનિકોએ વિશ્વનું પ્રથમ ક્લોન કરેલ આર્કટિક વરુનું ઉત્પાદન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *