CBSE ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે pm ની અપીલથી આ પરીક્ષા રદ્દ રાખવામાં આવી છે pm કોરોનાની આવી પરિસ્થિતિમાં આવનાર પેઠીના નવ યુવાનો જોખમમાં ના મુકાય તે હેતુથી આજે મહત્વનો નિર્ણય લીધો છે અને pm એ કહ્યું કે વિધાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.ત્યારે બીજી બાજુ આજે GSEB દ્વારા ધોરણ 10 ના રિપિટર અને ધોરણ 12 ની પરીક્ષાનો ટાઇમ ટેબલ જાહેર કરી દીધો છે ત્યારે હવે ગુજરાત બોર્ડ પણ અસમંજસ સ્થિતિમાં છે કે પરીક્ષા લેવી કે કેમ..? આવતીકાલે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ફેરવિચારણા કરવામાં આવી શકે..? બીજી બાજુ NSUI ધોરણ 10 ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરવા શિક્ષણ મંત્રીને મળશે.
CBSE ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી છે આ નિર્ણય મંગળવારે પી.એમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો CBSE ના નિર્ણયની રાહ જોયા વિના ગુજરાત બોર્ડે 5 વાગે ધોરણ 12 અને ધોરણ 10 રિપીટર વિધાર્થીઓની પરીક્ષાનો ટાઇમ ટેબલ જાહેર કરી દીધો અને આ કાર્યક્રમ જાહેર થયો ને એક કલાક પછી CBSE ની પરીક્ષા રદ્દ કરતા હવે મનમાં એક સવાલ છે કે શું ગુજરાત બોર્ડ પરીક્ષા લેશે કે પછી રદ્દ કરશે..?
કાલની કેબિનેટ બેઠકમાં આ વિષય પર ચર્ચા કરી ફેરવિચારના થાય તેવી શક્યતા છે.પી એમ મોદીની અપીલ બાદ ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે કે હવે પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમંજસ સ્થિતિમાં મુકાઈ ગયું છે.
સૂત્રો ના જણાવાયા અનુસાર ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ અને બોર્ડમાં આ અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.
સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે આવતીકાલની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થતિ સમીક્ષા,તેમજ વાલીઓની માંગ અને સંચાલકોનો મંતવ્યોના આધારે ફેરવિચારણા કરવામાં આવે તેવી શકયતાઓ છે.
