CBSE 12th Result: CBSEએ જાહેર કર્યું ધોરણ-12નું પરિણામ, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

CBSE બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર. મળતી માહિતી મુજબ 10માનું પરિણામ પણ આજે જ જાહેર થઇ શકે છે.

CBSE બોર્ડે આજે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે એ માટે ઉમેદવારો CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ ચકાસી શકે છે.

આ રીતે ચેક કરો તમારું પરિણામ

વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો

હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 અથવા CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.

હવે રોલ નંબર દાખલ કરો
તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.

CBSE 12માનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6% સારી રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68% રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67% રહી છે.

GUJARAT : સરકારમાં હવે કર્મીઓ વોડાફોન આઈડીયાના બદલે વાપરશે JIO નું કાર્ડ

છેલ્લા પાંચ વર્ષનું પરિણામ ક્યારે જાહેર થયું?
22 જુલાઈ 2022
03 ઓગસ્ટ 2021
15 જુલાઈ 2020
06 મે 2019
29 મે 2018

CBSE બોર્ડનું પરિણામ DigiLocker પર ઉપલબ્ધ થશે
CBSE પરિણામ 2023ના પરિણામ બહાર પડ્યા બાદ વિદ્યાર્થીઓ DigiLocker દ્વારા તેમની ઓનલાઈન માર્કશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે. DigiLocker એ વિદ્યાર્થીઓને તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના એકાઉન્ટને સક્રિય કરવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *