CBSEની 10-12 ધોરણની પરીક્ષાઓ 4 મેથી 10 જૂન સુધી યોજાશે, 15 જુલાઈ સુધીમાં રિઝલ્ટ જાહેર થશે

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે ગુરૂવારે CBSEની 10-12માં ધોરણની પરીક્ષાની તારીખો જાહેર કરી. તેઓએ કોરોના હોવા છતાં મહેનત કરી રહેલા સ્ટૂડન્ટ્સ અને ટીચર્સની પ્રશંસા કરી.

CBSEની 10 અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન વચ્ચે યોજાશે. 15 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. આ પહેલાં 1 માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાનું સમગ્ર શિડ્યૂલ (ડેટ શીટ) ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે ગુરૂવારે પોતાના સંબોધનમાં કહ્યું કે- કોરોનાકાળમાં ટીચર્સ અને પેરેન્ટ્સે જે રીતે પોતાની જાતને તૈયાર કરી છે, તે પ્રશંસનિય છે.

શિક્ષણ મંત્રીએએ કહ્યું- CBSEના ચેરમેન સતત પરીક્ષાની સિસ્ટમ પર નજર રાખી રહ્યાં છે. વિદેશોમાં જે CBSE સ્કૂલ ચાલી રહી છે, તેઓને પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવી સ્કૂલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું- કોરોના હોવા છતાં વર્ષ બગડવા ન દીધું.
સ્ટૂડન્ટ અને ટીચર્સે ડિજિટલ લર્નિગ માટે પોતાને તૈયાર કર્યા.
કોરોનાની વચ્ચે દેશમાં 25 કરોડ છાત્રોએ ઓનલાઈન અભ્યાસ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *